લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજ્યમાં બદલીની દોર શરૂ થયો છે. ત્યારે હવે ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારી અને 8 IPSની બદલી કરવામાં આવી છે. IAS અધિકારીઓમાં મોટા પાયા પર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 18 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ સાથે 8 IPSની બદલી કરવામાં આવી છે.

8 IPS અધિકારીઓની બદલી અને નિમણૂંક કરવામાં આવી છે. જેમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે જયંતી રવિને ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે.

IAS અધિકારીઓની બદલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનૈતા તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ઉપરાંત તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિક સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે રેવન્યૂ વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ કુમાર દાસને ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યાં છે.

આ IAS અધિકારીઓની થઈ બદલી
IAS સુનૈના તોમરની ACS શિક્ષણ વિભાગ તરીકે બદલી
વધારાનો ચાર્જ ACS સામાજિક ન્યાય અને અધિકારીતા
IAS પંકજ જોશીને પોર્ટ-ટ્રાન્સપોર્ટ વધારાનો ચાર્જ
IAS એમ.કે.દાસની CMOમાં કરાઈ બદલી
એમ.કે.દાસને ગૃહ વિભાગના ACSનો વધારાનો ચાર્જ
IAS ડૉ.જયંતી રવીને મહેસુલ વિભાગના ACS
ડૉ.જયંતી રવી ડેપ્યુટેશનથી ગુજરાત પરત આવશે
ડેપ્યુટેશનથી પાછા ન ફરે ત્યાં સુધી Pસ્વરૂપને ચાર્જ
IAS અંજુ શર્માને કૃષિ વિભાગના ACS બનાવાયા
IAS એસ.જે.હૈદરને પેટ્રો-ઉર્જા વિભાગ સોંપાયો
IAS જે.પી.ગુપ્તાને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં બદલી
IAS વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી
IAS ડૉ.ટી.નટરાજન બન્યા નાણા વિભાગના અગ્ર સચિવ
ડેપ્યુ.થી પાછા ન ફરે ત્યા સુધી રાજીવ ટોપનોને ચાર્જ
મમતા વર્માને ઉદ્યોગ,ખાણ અને ખનીજ અગ્ર સચિવ બનાવ્યા
ચીફ કમિશનર ઓફ સ્ટેટ, ટેક્સ તરીકે રાજીવ ટોપનો
ડેપ્યુટેશન પરથી પરત ફર્યા છે રાજીવ ટોપનો
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ મુકેશકુમાર
ડૉ.એસ.મુરલીક્રિષ્ણ OSD કમિશનર,સ્ટેટ ઈલેક્શન કમિશન
ડૉ.અનુપમ આનંદની કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટમાં બદલી
ડૉ.અનુપમ આનંદને GSRTCનો વધારાનો ચાર્જ સોંપાયો
રાજેશ મંજુને રેવેન્યૂ ઈન્સ્પેક્શન કમિશનર બનાવાયા
બાળ મહિલા વિભાગના કમિશનર IAS રાકેશ શંકર
રાકેશ શંકરની સચિવાલય GADના સચિવ તરીકે ચાર્જ
IAS કે.કે.નિરાલાની નાણા વિભાગના સચિવ તરીકે બદલી
IAS એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા

ગુજરાતના આ 8 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી
રાજુ ભાર્ગવની આર્મ્સ યુનિટ ગાંધીનગરમાં બદલી
વિકાસ સુંદાને વેઈટિંગ ફોર પોસ્ટિંગ રખાયા
બિશાખા જૈનની દાહોદ SRP ગ્રુપ 4માં બદલી
નિધિ ઠાકુરની વડોદરા જેલ SP તરીકે નિમણૂક
જે.એ પટેલની રાજકોટ SP તરીકે બદલી
રાઘવ જૈનની રાજકોટ જેલ SP તરીકે નિમણૂક
કોરુકોંડા સિદ્ધાર્થ ગાંધીનગરમાં ગવર્નર ADC
જીતેન્દ્ર અગ્રવાલની ગાંધીનગર સ્ટેટ ટ્રાફિકમાં SP