પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાષ્ટ્રીય ગૌ સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ તાજેતરમાં સહકારી અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

ડો. વલ્લભભાઈ કથીરિયાએ ઇફકો અને એન.સી.યુ.આઇ- નેશનલ કોર્પોરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયાના ચેરમેન અને ગુજરાતના પૂર્વ કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી સાથે સહકારિતા ના માધ્યમ દ્વારા ગૌશાળાઓને સ્વાવલંબી બનાવવાગૌ ઉત્પાદનોનું મેન્યુફેકચરીંગ કરીને ઇફકો તેમજ ગુજકોમાસોલના માધ્યમથી વેચાણ અને માર્કેટિંગ થાય અંગે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

 આ ઉપરાંત મહિલાઓ અને યુવાનોને જોડી કાઉ હોસ્ટેલના વિચારને સહકારિતા ના માધ્યમથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માં પ્રચલિત કરવા ઉપરાંત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં નૈમિતિક દેશી ગાયોની મોડેલ ગૌશાળા બાબતે શ્રી દિલીપભાઈ સંઘાણી સાથે વિસ્તૃત ચર્ચા થઈ  હતી.આ મુલાકાત દરમિયાન ડો. કથીરિયાએ દેશમાં ગૌ સેવા માટે થઈ રહેલી પ્રવૃતિ વિશે વાકેફ કર્યા હતા. ઇફકોના  ચેરમેન દિલીપભાઇ સંઘાણી ગૌ સેવા માટે થઈ રહેલી પ્રવૃતિઓ જાણીને ઘણા પ્રભાવિત પણ થયા હતા.