સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અનેક વખત સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન વધુ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે.  સુરત DCP ઝોન – 4 દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી હતી. વેસુ વિસ્તારમાં એમ્બેઝ હોટેલમાં રેડ કરવામાં આવી હતી. પોલીસે હોટેલમાંથી 7 થાઈલેન્ડની મહિલાઓને દેહવ્યાપારના ધંધામાથી મુક્ત કરાવી હતી. 7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેસુ વિસ્તારની હોટેલ એમ્બેઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરોડા દરમિયાન સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

સ્પા સંચાલકને કર્યો વોન્ટેડ જાહેર
થાઇલેન્ડની યુવતીઓ સ્પા પરથી મળી આવી હતી તેમના પાસપોર્ટ અને વિઝા સંબંધિત તપાસ હાલ ચાલુ છે. હાલ પોલીસે સ્પા સંચાલક ચંચલ રાજપૂત સહિત 3 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.