સુરેન્દ્રનગર જિલ્લામાં કોંઢ ગામના ગામજનોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવતા ચક્કાજામ કર્યો હતો. વીજ કંપનીઓની કામગીરી સામે ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ખેડૂતની પરવાનગી વિના કામ કરવામાં આવી રહ્યું હોવાના તેમજ યોગ્ય વળતર ન મળતા હોવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બે દિવસ અગાઉ ખેડૂતો અને કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ખેતીની જમીનમાં થતી કામગીરી માટે ખેડૂતની સંમતિ ફરજિયાત રાખવાની તથા નુકસાનના બદલામાં યોગ્ય વળતર આપવાની માગ કરવામાં આવી હતી. આ સાથે, અગાઉ થયેલા વિરોધ દરમિયાન પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા.
ખેડૂતોની માગો અંગે કોઈ સંતોષકારક નિર્ણય ન આવતાં આજે રોષ ભભૂકી ઉઠ્યો અને ખેડૂતો દ્વારા કોંઢ રાજકોટ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો. ચક્કાજામને કારણે માર્ગ પર વાહન વ્યવહાર અટકી પડ્યો હતો અને લાંબી વાહન કતારો જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







