બગસરા રૂપેશ રૂપારેલિયા/ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ૧૨૮મી શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે બગસરા મેઘાણી હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવશે જેમાં સાંસ્કૃતિક લોકડાયરો નું આયોજન કરવામાં આવ્યું છે આ સાંસ્કૃતિક લોકડાયરામાં મુખ્ય કલાકારો અલ્પાબેન પટેલ અને વિમલભાઈ મહેતા તેમના મધુર કંઠે લોકો ને રસ પાન કરાવશે.
આ કાર્યક્રમ તા.૧૧/૦૯/૨૦૨૪ને બુધવાર ના રોજ બપોરે ૧:૩૦ મેઘાણી હાઇસ્કુલ ખાતે યોજાશે જેમાં આમંત્રિત મહેમાન અમરેલી ના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારી બગસરા ના ધારાસભ્ય જે વી કાકડિયા, બગસરા પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રિબડિયા, બગસરા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, બગસરા તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન બકરાણીયા, બગસરા પ્રાંત અધિકારી નંદા સાહેબ, બગસરા મામલતદાર ઝાલા મેડમ, બગસરા તાલુકા વિકાસ અધિકારી રોહિતભાઈ કલસારિયા, અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર, બગસરા પાલિકા ચીફ ઓફિસર કલ્પનાબેન પડ્યા, બગસરા પી.આઇ. સાળુકે સાહેબ સહિત ના મહાનુભાવો આ કાર્યક્રમ માં હાજરી આપશે







