ચલાલા શહેરની દાનેવ સોસાયટી, હુડકો-૧ અને હુડકો-૨ વિસ્તારમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનોમાં રહેતા રહીશોના વર્ષો જૂના પ્રાણપ્રશ્નોનું સફળતાપૂર્વક નિરાકરણ આવ્યું છે.

ધારાસભ્ય જે.વી.ભાઈ કાકડીયાના સતત પ્રયત્નોથી લોનની બાકી રકમ પર લાગતી લાખો રૂપિયાની વ્યાજ માફી તેમજ લોન મુક્તિ પ્રમાણપત્ર (Loan Clearance Certificate) મેળવવાની પ્રક્રિયા સરળ બની છે.

આ અંગે ગાંધીનગર ખાતે ધારાસભ્ય  જે.વી.ભાઈ કાકડીયા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, વિસ્તારના જાગૃત ક્ષત્રિય આગેવાન  સૂર્યવીરભાઈ વાળા, નગરપાલિકાના સભ્ય શિવરાજભાઈ વાળા અને દિનમહમદભાઈ બ્લોચ તથા સ્થાનિક રહીશોએ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના અધિકારી ગણાત્રા સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી જરૂરી રજૂઆતો કરી હતી.

પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ
આ બેઠક દરમિયાન લોનની બાકી રકમ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથે જ ધારાસભ્યએ સૂચના આપી છે કે મે મહિનાના અંતમાં ચલાલા નગરપાલિકા ખાતે અધિકારીઓની હાજરીમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવે, જેથી સ્થાનિક રહીશોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે અને તમામ લાભાર્થીઓને તેમના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ મળી રહે.

 રહીશોને મોટી રાહત મળી 
આ નિર્ણયથી વિસ્તારના લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે. ચલાલા શહેરના રહીશોને મોટી રાહત અપાવવા બદલ ધારાસભ્ય જે.વી.ભાઈ કાકડીયા તથા તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો