બગસરા, રૂપેશ રૂપારેલીયા બગસરા/ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલી આંદોલનની ચીમકી છતાં પાલિકા દ્વારા નિયત થયેલા વેરાવ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે ચેમ્બર દ્વારા નગરપાલિકાએ પહોંચી વિરોધ કર્યો હતો. પરંતુ ચેમ્બર ના સદસ્યોને સાંભળવાને બદલે કારોબારી ચેરમેન સહિતના પાલિકાના સદસ્યો એ બેઠકમાંથી ચાલતી પકડી હતી.
મળેલ માહિતી મુજબ બગસરા પાલિકા દ્વારા અસહ્ય વેરો વધારો કરવા માટે તેમજ અનેક નવા વેરા પ્રજાઉપર નાખવા માટે પોતાની મનમાની કરી રહીછે અને આ વેરો વધારા બાબતે બગસરા શહેરીજનો અને શહેરની સંસ્થાઓ વિરોધ કરી રહીછે ત્યારે બગસરા પાલિકાની કારોબારી મીટીંગ મળેલ હતી ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો ગયા ત્યારે પાલિકા કારોબારી ચેરમેને તેમને બહાર બેસાડી કહેલ કે મીટીંગ પુરી કરી તમને જણાવસુ કેટલો વેરો વધારો કર્યોછે જ્યારે મીટીંગ પૂર્ણ થતાં કારોબારી ચેરમેને જવાબ આપવાની જગ્યાએ ચાલતી પકડી હતી.
સામાજિક સંસ્થાઓને સાંભળ્યા વગર આવી રીતે પાલિકાના જવાબદાર સદસ્યો મીટીંગ છોડીને નીકળી જાય તે યોગ્ય ન કહેવાય.આ મિટિંગમાં કુલ કારોબારી સભ્યો નવ છે જયારે હાજર સાત સભ્યો રહ્યા હતા. આગામી દિવસોમાં ચેમ્બર દ્વારા આંદોલનની વિધિવત જાહેરાત કરવામાં આવશે નું જણાવવામાં આવ્યું છે







