સાબરકાંઠાના વડાલીમાં આવેલા વેડા ગામામાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 2 છોકરીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારે ઓનલાઈન ઈલેક્ટ્રોનિક વસ્તુ મગાવી હતી. પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો છે.

વડાલીના વેડા ગામે એક વ્યક્તિને ઘરે ઓનલાઈન પાર્સલ આવ્યું હતું. પાર્સલમાં ઈલેક્ટ્રોનિકની વસ્તુ મગાવવામાં આવી હતી. પાર્સલ ઘરે આવ્યા બાદ પરિવારે તેને ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે 1 કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.

જાણો પાર્સલ અંગે શું કહ્યું પરિવારે 
ભયંકર બ્લાસ્ટને કારણે 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હજુ પણ અન્ય 2 દીકરીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બ્લાસ્ટની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થયું છે. ડીવાયએસપી, જીલ્લા એલસીબી સહિત વડાલી પોલીસ ઘટનસ્થળે પહોચી વધું તપાસ હાથ ધરી. હાલમાં પરિવાર દ્વારા અજાણ્યા ઈસમ દ્વારા પાર્સલ અપાયું હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.