રાજ્યમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે વીજ કંપનીઓ સ્માર્ટ મીટરની સાથે જૂના મીટરો પણ લગાવશે.
ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવો નિર્ણય લેવાયો છે કે માંગણી કરનાર ગ્રાહકોને સ્માર્ટ મીટરની સાથે જુનું મીટર પણ લગાવી અપાશે.
સરકાર આવી એક્શનમાં
વડોદરામાં સ્માર્ટ મીટરનો નાગરિકોના વિરોધના પગલે સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્ય સરકારે MGVCLના એમડીને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. જેમાં ગ્રાહકોના સ્માર્ટ મીટર સામેના તમામ સંશયો દૂર કરવા આદેશ કર્યો છે. સાથે જ ઊર્જા મંત્રી અને સચિવે MGVCLના MD પાસે તમામ વિગતો પણ માંગી છે.







