રાજકોટનું મા ગરબી મંડળ આ વખતે રાજકોટના લોકો માટે ખુબ જ અલગ જ પ્રકારના ગરબા લઈને આવ્યું છે.જે શેરી ગરબા અત્યાર સુધી અમદાવાદમાં રમાતા હતા તે શેરી ગરબા જોવા કે રમવા માટે હવે તમારે અમદાવાદ જવાની જરૂર નહીં રહે.કારણ કે રાજકોટનું મા ગરબી મંડળ રાજકોટમાં પહેલી વખત શેરી ગરબાનો કન્સેપ્ટ લઈને આવ્યું છે.આ ગરબા જોઈને જ તમે મોહી જશો.
સિંગર અમિત વોરડાએ જણાવ્યું કે મા ગરબી મંડળ પહેલી વખત રાજકોટમાં શેરી ગરબાનો નવો કન્સેપ્ટ લઈને આવ્યું છે. જો તમે પ્રાચીન પરંપરા મુજબ ગરબા રમવા ભાગ લઈ શકો છો.પ્રાચિન સંસ્કૃતિ મુજબ જે ગરબા થતાં એ જ પ્રકારે અહિંયા ગરબા થાય છે.
એ જ લોક ઢાળ, એ જ લોક સંસ્કૃતિ, એ જ લોક પરંપરા મુજબ અહિંયા શેરી ગરબા યોજાઈ છે.જેમાં પ્રાચિન સંસ્કૃતિ મુજબ તબલા, ઢોલક, શરણાઈ, મંજીરા સહિતના સંગીતના સાધનો દ્વારા શૂરો રેલાઈ છે.અને પ્રાચીન રાહડા રમાઈ છે.અહિંયા એકદમ પારિવારિક માહોલ ઉભો કરવામાં આવ્યો છે.
આજના યુવાનોને પ્રાચીન ઢબથી કેવી રીતે ગરબા ગવાતા હતા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ શું હતી તેનાથી તેઓ અવગત થાય તે માટે મા ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.એટલે તમારે પણ જો પહેલા કેવા રાહડા રમાતા હતા અને કેવી રીતે અને કેવા ગરબા ગાવામાં આવતા હોય તે જોવા માંગતા હોય તો પહોંચી જાવ રાજકોટના મા ગરબી મંડળ દ્વારા આયોજીત શેરી ગરબામાં…..







