રાજ્યમાં મેઘરાજા દે ધનાધન હેત વરસાવી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ એટલે કે પૂર્વ , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો. ક્યાંક અનરાધાર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. રાજ્યમાં હજુ પણ 31 જુલાઈ સુધી અથવા એમ કહો કે આખુ સપ્તાહ વરસાદથી કોઈ રાહત મળવાના એંધાણ નથી કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં આખુ સપ્તાહ સારા વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યમાં 31 જુલાઈ સુધી બારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. આઈએમડીના એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે 30 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 31 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઘણું નુકસાન થયું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ઉલ્લેખનીય છે કે હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિર રામાશ્રય યાદવે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન 35થી 45 કિ.મી., જ્યારે ત્રીજા દિવસથી 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.











