રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શિયરઝોન, સાઈકલોનીક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લાવશે. અમરેલી, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ઓડિશા પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું જોખમ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 22 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક ગાજવીજ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરાઈ છે.   જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.અમદાવાદમાં હળવાથી ભારે વરસાદના એંધાણ છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 ટકા વરસાદી ઘટ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કેટલો વરસાદ ?
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 41 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના લખપતમાં 1 ઈંચ, ગીર સોમનાથના તલાલા, રાજકોટના કોટડા સાંગાણી, વલસાડ તથા નડિયાદમાં અડધો-અડધો ઈંચ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના કેશોદમાં 10 એમ.એમ અને મોરબીના હળવદમાં 9 એમ.એમ વરસાદ પડ્યો છે.