મેહુલભાઈ ત્રિવેદી: ગીર (પૂર્વ) વન વિભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સિંહોની પજવણીના કેસમાં ઝડપી કાર્યવાહી કરતા બે આરોપીની અટકાયત કરી છે. તા. 06 મે 2026ના રોજ ઇન્સ્ટાગ્રામ આઈડી “રણજીતભાઈ વાળા નાનીધારી” મારફતે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બે સિંહોની પાછળ મોટરસાયકલ દોડાવી તેમને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ શેડ્યૂલ-1માં સમાવિષ્ટ સિંહોની આ પ્રકારની પજવણીને ગંભીર ગુનો ગણવામાં આવે છે. ઘટનાની જાણ થતાં જ વિકાસ યાદવ, ભા.વ.સે., નાયબ વન સંરક્ષકશ્રી ગીર (પૂર્વ) અને મદદનીશ વન સંરક્ષકશ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન રેંજ ફોરેસ્ટ ઓફિસર એન.પી. લકુમ, રાઉન્ડ ફોરેસ્ટર એચ.એ. વાળા તથા પીપળવા રાઉન્ડના સ્ટાફે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ:
-શિવરાજભાઈ દિલુભાઈ માંજરીયા, રહેવાસી નાનીધારી, તા. ખાંભા, જી. અમરેલી
-રણજીતભાઈ ધીરૂભાઈ વાળા, રહેવાસી નાનીધારી, તા. ખાંભા, જી. અમરેલી
આરોપીઓ વિરુદ્ધ પીપળવા રાઉન્ડ ગુના નં. 02/2026-27 હેઠળ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો છે. વન વિભાગે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ iPhone 17 Pro Max મોબાઇલ, Jio સિમ કાર્ડ અને Hero Splendor Plus મોટરસાયકલ (રજી. નં. GJ-14-BF-1533) જપ્ત કરી છે.
બન્ને આરોપીઓને ખાંભાની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં નામદાર કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
વન વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગીર વિસ્તારમાં વન્યપ્રાણીઓની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







