રાજ્યમાં સતત વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી, મહેસાણા,પાટણ, ગાંધીનગરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કારવમાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બેચરાજી અને રાધનપુરમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસયો છે. રાજ્યમાં 11 તાલુકામાં 1થી 2 ઇંચ સુધીનો વરસ્યો વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 129 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.







