દાદીસા થી પ્રખ્યાત અને બોલીવુડથી લઈને ટીવી જગત સુધી પોતાનો સિક્કો જમાવનારા દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરી(Surekha Sikri) નું 75 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ સુરેખા સિકરીએ કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન થયું છે .
યુપીમાં જન્મેલી સુરેખાએ પોતાનું બાળપણ અલ્મોરા અને નૈનીતાલમાં વિતાવ્યું હતુ. એક્ટ્રેસે અલીગઢ મુસ્લિમ યુનીવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને બાદમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જોઇન કર્યુ હતુ. અનેક વર્ષો સુધી બોલીવુડમાં કામ કર્યા બાદ સુરેખા સિકરીએ જ્યારે ટીવીમાં ઝંપ લાવ્યું તો તેમણે બધાને પાછળ છોડી દીધા. તેમણે લોકપ્રિય સિરીયલ બાલિકાવધુના દાદીસાની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો.
આજે પણ તેઓ આ ભૂમિકાના કારણે લોકપ્રિય છે. તેમણે 3 વર્ષ પહેલા આયુષ્યમાન ખુરાનાની સુપરહિટ ફિલ્મ બધાઈ હોમાં દાદીની ભૂમિકા ભજવી હતી. તેમણે નેશનલ પુરસ્કાર પણ જીત્યો હતો.







