આ દિવસોમાં વરસાદ કાઢશે ભૂક્કા, અંબાલાલ કાકાની આફતની આગાહી
હવે વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી વરસાદની આગાહી અંગે તો તેમણે કહ્યું છે કે,બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે.

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડીપ ડીપ્રેશન વાળી વરસાદની આગાહી કરી છે. આશ્લેશા નક્ષત્રમાં વરસાદ રાજ્યમાં ભૂક્કા બોલાવશે. જેનાથી ખેડૂતો માટે નવી આફત સર્જાશે.

48 કલાક અતિભારે આગાહી કરાઈ
સૌથી પહેલા વાત કરીએ હવામાન વિભાગની આગાહી વિશે તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડ આવવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આશ્લેશા નક્ષત્રમાં વરસાદ કાઢશે ભૂકકા
હવે વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી વરસાદની આગાહી અંગે તો તેમણે કહ્યું છે કે,બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે.

વધુમાં આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે, આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.બનાસકાંઠા, સાબરકાંઠા,પંચમહાલ તેમજ અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ વડોદરા સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટના કેટલા ભોગોમાં પણ ભારે વરસાદીની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આફત આવશે
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગામી 5 દિવસની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારી મનોરમાં મોહંતીએ જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી વરસાદ નહીં આવે તેમજ દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે તેમજ આગામી 5 દિવસ ફિશરમેન વોર્નિંગ રહેશે. સીઝનના વરસાદ સામે 65 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આપેલા આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે અત્યારે ચોમાસું શાંત પડ્યું છે જોકે, આગામી દિવસોમાં ચોમાસાનો વધુ રાઉન્ડ આવશે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં અડધા ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે નવસારીના ખેરગામ, ડાંગ-આગવમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.