એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં મેઘમહેર થઈ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા નાઉકસ્ટ જાહેર કરીને કરી આગાહી કરી છે. આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વારસાનું જોર સતત વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. ઠંડરસ્ટોમ એક્ટિવિટી અને ભારે પવન સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા ભરૂચ ડાંગ છોટાઉદેપુર દ્વારકા અને બોટાદમાં એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર માં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 10 વાગ્યા થી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.







