જવાહર ચાવડા નવાજૂનીના મૂડમાં? કેન્દ્રીય મંત્રીને આપ્યો સણસણતો જવાબ…

જવાહર ચાવડાએ ભાજપનું સ્ટીકર દૂર કરી અને પાછળ ક્રાંતિકારી યુવકનું ચિત્ર બતાવતા કહ્યું કે, મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય કે મારી ઓળખ આ હતી. અને આ ઓળખ હેઠળ 10 વર્ષ માણાવદર અને વંથલીના ખેડૂતોના પ્રશ્નો, બિયારણના પ્રશ્નો, પાકવીમાણ પ્રશ્નો, ધોવાણના પ્રશ્નો અને ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન ડાર્ક ઝોનનો પ્રશ્ન હતો. અને આ મુદ્દો 3 વર્ષ સુધી ચલાવ્યો અને ડાર્કઝોન હતાવ્યું હતું. તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર માંથી પાછા લેવાનું, જુનાગઢના ગરીબો વાંચીતો માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે અભિયાન સોમનાથ, રાજકોટ, જુનાગઢ સહિત પાંચ થી છ જિલ્લામાં અભિયાન ચલાવ્યું હતું. તે હેઠળ 75 હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલ હતા.આ મારુ કામ હતું. આ મારી ઓળખ હતી. તેના પર ભાજપે પોતાની ઓળખ લગાવી હતી. અને એટલી હિંમત અને તાકાત તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી.

જાણો શું કહ્યું હતુ.

ભાજપનો કાર્યકર્તા કેટલો કમિટેડ હોય છે તે હું ભલીભાતી જાણું છું. આગામી દિવસોમાં જનપ્રતિનિધિ તરીકે મનસુખભાઇ સાંસદ સભ્ય છે. જરૂરી નથી કે બધાની આપેક્ષા પૂર્ણ થાય. મનસુખ માંડવિયાએ જવાહર ચાવડાનું નામ લીધા   વગર જ નિશાન સાધતા કહ્યુ કે કોઈ રીસાણા તો મેં આગેવાનોને કહ્યું કે શું કરશું, તો આગેવાનોએ કહ્યું લડી લેશું.

સહકારી આગેવાન દિનેશ ખટારીયાએ પણ જવાહર ચાવડા પર કટાક્ષ કરતા કહ્યું કે માણાવદર વિધાનસભા અંદર આસુરી શક્તિએ હવનમાં હાડકાં હોમવા ખૂબ પ્રયત્ન કર્યા. તેમજ ભાજપના કાર્યકરોને લોભ-લાલચ પણ આપવામાં આવી છે.