વેપારી મહામંડળ દ્વારા સત્કાર સમારોહ યોજાયો…
બગસરા રૂપેશ રૂપારેલિયા/ વેપારી મહામંડળ બગસરા દ્વારા સત્કાર સમારોહ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં બગસરા પત્રકાર પરિષદ જલ ક્રાંતિ માટે યોગદાન આપી અને સાતલડી નદી માંથી કાપ કઢાવવા બદલ અને અમરેલી જિલ્લા નાં નીડર અને નિષ્ઠાવાન એસ પી સાહેબ શ્રી હિમકર સિંહ સાહેબ નું અમરેલી જિલ્લા માં ચૂંટણી દરમ્યાન કાયદા વ્યવસ્થા નું સુદર વ્યવસ્થા શાંતિ પૂર્ણ માહોલ માં લોકશાહી ઢબે ચૂંટણી પૂર્ણ કરાવતા જાંબાઝ ઓફિસર નું સન્માન તથા નગરપાલિકા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન રિબડીયાનું સન્માન કરવામાં આવ્યું.
બગસરા શહેરમાં વિકાસનાં કાર્યો માટે મોટી ગ્રાન્ટ લઈ આવી ઝડપ ભેર શહેર નો વિકાસ આગળ વધારતા એમનું પણ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે બગસરા નાં નવનિયુક્ત પી આઈ શ્રી સાલુકે જી નું પણ સન્માન સાલ ઓઢાડી કરેલ હતું. સાથે પીએસઆઈ ગઢવી સાહેબ પીએસઆઈ શ્રી ડાંગર મેડમ ને પણ સન્માન કરેલ હતું.
અઘ્યક્ષ તરીકે વેપારી મહાંમંડળનાં સ્થાપક અને સંસ્થા નાં ભિષ્મ પિતામહ જેવા આગેવાન નટુભાઈ ભૂપતાની અને મુખ્ય અતિથિ તરીકે શ્રી એસ પી સાહેબ શ્રી હિમકર સિંહજી રહ્યા હતા આ સાથે બગસરા શહેર ભાજપ પ્રમુખ શ્રી ધીરુભાઈ કોટડીયા પૂર્વ પ્રમુખ શ્રી એવી રિબડીયા મહામંત્રી જિલ્લા મંત્રી શ્રી મનોજ ભાઈ મહિડા ચિરાગભાઈ પરમાર મૂળજીભાઈ મહિડા દેવચંદભાઈ સાવલિયા ભરતભાઈ ભાલાળા જનકભાઈ કારિયા એડવોકેટ ભાજપ મંત્રી શ્રી અનિરૂદ્ધ ભાઈ જોશી મંત્રી શ્રી મુકેશ નાંરીગરા રમેશ હીરપરા યોગેશ એપા જીતુભાઈ બોરીચા ભરત માંડલિયા સુરેન્દ્રભાઇ બસિયા હરેશ ભાઈ સોની જીતુભાઈ સોની બગસરા વેપારી મહામંડળ. પ્રમુખ: ભાવેશભાઈ મસરાણી મંત્રી: હરકિશન ભાઈ પાનસુરીયા ,ઉપપ્રમુખ જયસુખ ભાઈ ઘાડિયા વિકાસ ભાઈ મોદી યોગેશભાઇ રાદડીયા કમલભાઈ વોરા અતુલભાઈ ખુટ ભરત ભાઈ સોમાણી જયકાંત ભાઈ સોની એનકર શ્રી વઘાસિયા સાહેબ વગેરે શહેર નાં નામાંકીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.







