અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય નજીક ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, કર્યો એક બીજા પર પથ્થરમારો…

રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસકર્મીઓ હોવા છતાં બંને પાર્ટીના કાર્યકર્તાઓએ એક બીજા પર પથ્થરમારો કર્યો છે. જેમાંપોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

અમદાવાદ કોંગ્રેસના કાર્યાલયની બહાર ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે અચાનક સ્થિતિ વણસી હતી, અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પોલીસની હાજરીમાં જ મામલો બિચક્યો હતો અને બન્ને પાર્ટીના કાર્યકરોની વચ્ચે પથ્થમારો થયો હતો. એસીપી કક્ષાના પોલીસ કર્મચારીઓ આ પથ્થરમારામાં ઘાયલ થયા છે.

આજે અમદાવાદમાં જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પાલડી ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે લાકડી, પથ્થર અને કાચની બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા.