હાલના સમયમાં કોઈ પણ સરકારી કામ કરવા માટે ગેરકાયદેસર રીતે કામ કરવું જરૂરી બન્યું છે. તેવું હાલ લાગી રહ્યું છે. ભ્રષ્ટાચારી નેતાઓ તમે જોયા હશે તમે જોયા હશે પરંતુ હાલ પોલીસ પર ભ્રષ્ટાચારનો આ રોપ લાગ્યો છે જેમાં પોલીસે ફરિયાદ લેવાની ના પાડી ને પૈસા આપીને તમામ મામલો સગેવગે કરવાનું કહ્યું હતું.

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી દ્વારા એફઆઇઆર નોંધાવવા માટે હપ્તા માંગવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં બિમલકુમાર મનુભાઈ સાવલિયા નામના વ્યક્તિએ આશરે 40 થી 50 લાખ રૂપિયાની થયેલી ચોરી બાબતે અમરેલી રૂલર પોલીસ સ્ટેશનમાં તે વખતના મુખ્ય પોલીસ અધિકારીઓ ફરિયાદ નોંધાવાની ના પાડી હતી.

અધિકારીએ કહ્યું હતું કે ફરિયાદ નોંધાવી હોય તો બીજાઓ મારફત ગોઠવણી કરવી પડશે અને તમારું જે કાંઈ હશે તે કામ પતાવી દઈશું ફરિયાદ નહીં લઈ શકીએ આટલું કહીને અધિકારીએ એફઆઇઆર નોંધવાની ના પાડી હતી. પોલીસનું આવું વલણ સામે આવતા સમગ્ર અમરેલીમાં ચર્ચાનો વિષય બન્યો છે સાથે જ પોલીસનું આવું વલણ કેટલું યોગ્ય તેવી શહેરીજનોમાં ચર્ચાઓ થઈ રહી છે.

દારૂ જુગાર રેતી ખનન જિલ્લામાં થતાં ને ટાઉનમાં આડેધડ પાર્કિંગ ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા અને માત્ર હપ્તા કોરી નબળી પ્રવૃત્તિ કરતા લોકોની વચ્ચે તેમનું મેળાપીપણું મુખ્ય કારણ હોઈ શકે તેવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે અને અનેક વખત જાહેર કાર્યક્રમમાં નાના અને સામાન્ય લોકો આવી રજૂઆત કરી રહ્યા છે ત્યારે હાલ પોલીસનું હપ્તાખોરી નું પ્રમાણ વધ્યું હોય તેવું લોકોનું જણાવવું છે સરકાર પણ ક્યારે આવવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરશે તે આવનાર સમયમાં જોવું રહ્યું. આ સમગ્ર મામલે પોલીસે વિરજીભાઈ ઠુમ્મર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.