મનસુખ સાગઠીયાનું વધુ એક કૌભાંડ આવ્યું બહાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી…

રાજકોટ અગ્નિકાંડથી ચર્ચામાં આવેલ મનસુખ સાગઠીયા એક બાદ એક એમ સતત વિવાદમાં ફસાઈ રહ્યા છે. ત્યારે તત્કાલીન tpo મનસુખ સાગઠીયાનું વધુ એક કૌભાંડ આવ્યું બહાર આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી હોવાની વિગતો બહાર આવી છે.

રાજકોટમાં મનસુખ સાગઠીયાના એક બાદ એક કૌભાંડ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન મનસુખ સાગઠીયાનું વધુ એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી છે. ટીપી કપાતમાં ન આવતી હોવા છતાં જમીન સરકારને કે કોઈને પૂછ્યા વગર બિલ્ડરને આપી દીધી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.

આ કૌભાંડને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. યુનિવર્સિટીના સતાધિશોની પૂર્વ મંજૂરી લીધા વગર રાજકોટ બિલ્ડર જમીન ફાળવી દીધી હોવાની ફરિયાદ સામે આવી છે. બીજી તરફ બિલ્ડરે યુનિવર્સિટીની ગ્રાન્ટ માંથી બનાવેલ 75 મીટરની કમ્પાઉન્ડ વોલ તોડી પેશકદમી કરી નાખી છે.