ગેરહાજર રહેતા શિક્ષકો પર મોટી કાર્યવાહી, 134 શિક્ષકોને કરાયા ઘરભેગા !
રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોનો મુદ્દો મોટી ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે હવે ઘેર હાજર રહેનાર શિક્ષકો પર સરકારે સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં અનેક શિક્ષકોને DEO ની નોટિસ આપવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં શિક્ષણ વિભાગે હાલ મળતી માહિતી અનુસાર રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. રાજ્યના 134 જેટલા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. તો શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
શિક્ષકો સામે કેસ પણ કરવામાં આવ્યા !
આણંદ,કચ્છ અને રાજકોટના 1-1 શિક્ષક સામે પોલીસ કેસ કરાયો છે. મહત્વનું છે કે, કેટલાક શિક્ષકો લાંબી રજાઓ લઇ વિદેશ ગયા છે. લાંબા સમયથી રજાઓ પર રહેલા શિક્ષકોને બરતરફ કરાયા છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. જેમાંથી 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે. તો નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકો બરતરફ અને 3ના રાજીનામા પણ સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70 માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવી કાર્યવાહી કરાઈ છે.







