ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશમાં લઘુમતીઓ અને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત કરી છે. બાંગ્લાદેશમાં ઓગસ્ટની શરૂઆતથી જ હિંસા ચાલી રહી છે, જેમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા સ્થળોએ હિન્દુઓના ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ હતા.

પીએમ મોદીએ કહ્યું, ‘બાંગ્લાદેશમાં જે બન્યું છે તે જોતા ચિંતા કરવી વ્યાજબી છે. મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે. ખાસ કરીને 140 કરોડ ભારતીયોની ચિંતા એ છે કે ત્યાંના હિંદુઓ અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ભારત હંમેશા ઇચ્છે છે કે પડોશી દેશો શાંતિથી રહે અને વિકાસ તરફ આગળ વધે. અમે બાંગ્લાદેશના વિકાસને લઈને ચિંતિત છીએ અને કંઈ પણ સકારાત્મક બને, અમે તેના માટે સાથે છીએ.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અટક્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશમાં 48 જિલ્લામાં 278 સ્થળોએ હિંદુઓએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. એવા અહેવાલો હતા કે તાજેતરમાં ઠાકુરગાંવ સદર ઉપજિલ્લામાં આવતા ફરાબારી મંદિરપારમાં એક હિન્દુ પરિવારના ઘરને આગ લગાડવામાં આવી હતી. આ ઘટના મંગળવારે બની હતી. જો કે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

સોમવારે જ બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સે કહ્યું હતું કે શેખ હસીનાના શાસનના અંત પછી હિન્દુ સમુદાયને 278 સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. ગઠબંધનનું કહેવું છે કે સરકારમાં પરિવર્તનને કારણે હિંદુ સમુદાય વિરુદ્ધ તોડફોડ, લૂંટફાટ, આગચંપી, જમીન પચાવી પાડવા અને દેશ છોડવાની ધમકી જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો