વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો દર વર્ષે સુરેન્દ્રનગરમાં યોજાય છે. મેળાને લઈ જીલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. તરણેતર ખાતે આગામી સમય દરમ્યાન મેળો યોજાશે. તરણેતર ખાતે 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો યોજાશે.

મેળાને લઈ રસ્તા, પાર્કિગ સહિતનાં મુદ્દે સૂચના આપવામાં આવી રહી છે.તેમજ કાયદો અને વ્યવસ્થાનાં ભાગરૂપે સબંધિત અધિકારીઓ સાથે સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. પશુ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ છે. તેમજ કુંડ અને તળાવ ફરતે તરવૈયા સહિતની ટીમ તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહી પડવાનો જે વિષય છે. એનાં સંદર્ભે તરણેતરનો મેળો યોજવાનો બધાએ સર્વસંમતિથી નિર્ણય કરલે છે. જેની કામગીરી આજથી ચાલુ થશે. હવે આગામી સમયમાં કોઈ વાવાઝોડાની સ્થિતિ ઉભી થવાની નથી. જેથી મેળો સર્વ સંમતિથી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.