બગસરા, રૂપેશ રૂપારેલિયા/ કલા, સાહિત્ય અને અન્ય વિધાઓના ઉતકર્ષ માટે કાર્યરત સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા વિવિધ કલા, સાહિત્ય, સંગીત સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે ‘સંસ્કાર પુરસ્કાર’ અર્પણ કરવામાં આવે છે. જેમાં સાહિત્ય વિભાગ માટે બગસરાના કવિ સ્નેહી પરમારને ‘સંસ્કાર પુરસ્કાર-2024 માટે પસંદ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં આંબેડકર યુનિ. અમદાવાદ ખાતે યોજાયેલ સન્માન સમારંભમાં તેમને ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીના વરદ હસ્તે આ સન્માન ઉપરાંત ‘સંસ્કાર વિભૂષણ માનપત્ર’ પણ અર્પણ કરવામાં આવેલ. પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવના હસ્તે પણ તેમનું સન્માન કરવામાં આવેલ.
સંસ્કાર ભારતીના અધ્યક્ષ શ્રી અભેસિંહજી રાઠોડ, મહામંત્રી શ્રી જયદીપસિંહ રાજપૂત, સમગ્ર કાર્યકમનાસંયોજક અને જાણીતા કલાવિદ શ્રી રમણિક ઝાપડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિના સાહિત્યને ઉપરોક્ત સન્માન દ્વારા પોખવામાં આવ્યું હતું.







