રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવાનો પ્રત્યન થશે. પૂ. મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે.

મોરારીબાપુએ કથા અંગે જણાવ્યું હતું કે, વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે. પરિવારમાં જયારે વડીલ હોય ત્યારે માથા પર તેમની છત્રછાયા હોય તેવો અનુભવ થાય છે અને વૃક્ષો પણ છાયા આપે છે. આ કથાનું આયોજન વૃક્ષો અને વડીલો માટે કરવામાં આવ્યું છે. અગાઉ રાજકોટમાં મોરારી બાપુની સૌ પ્રથમ રામકથા 1976માં થઇ હતી ત્યારબાદ 1982, 1986 અને એ પછી 1998 માં માનસ મુદ્રિકા, 2007 માં માનસ વાલ્મિકી,2012 માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી.

બાબા રામદેવ પણ રહેશે હાજર
સ્વામી રામદેવ પતંજલિ યોગવિદ્યાપીઠનાં સ્થાપક છે. તેમનું મુખ્ય કાર્યાલય હરિદ્વારમાં આવેલું છે. યોગ ગુરુ બાબા રામદેવે યોગાસનને જનતામાં લોકપ્રિય બનાવવાનુ તેમજ આયુર્વેદિક ચિકિત્સા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું છે. સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં બાબા રામદેવ હાજરી આપવાના છે.

જાણો ક્યારે યોજાશે કથા
સદભાવના વૃદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.23 નવેમ્બર–2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.