ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 8 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. જો કે, હજુ પણ એક વ્યક્તિ લાપતા છે.

વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા, જેની જાણ થતાં જ તાત્કાલિક દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલમાં આઠ લોકોની લાશ મળી આવી છે જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દુર્ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામા આવ્યું હતું.શોધખોળ માટે NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.