કહેવાય છે કે શિક્ષકએ બાળકના ભવિષ્યનું ઘડતર કરનાર છે. જે અનેક બાળકોના ભવિષ્યનું નિર્માણ કરે છે. શિકક્ષણ અને ગુરુનો સંબંધ ખૂબ પવિત્ર હોય છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના જાફરાબાદમાં એક અનોખી ઘટના બની છે. શિક્ષકની બદલી થતાં જ વિધાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા

જાફરાબાદ તાલુકાના મીતીયાળા ગામના શિક્ષક જે રઘુ રમકડા તરીકે ઓળખ ધરાવતા હતા. અને બદલી વતન માંડવડા થતા વિધાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકને વિદાઇ આપવા આવેલા વિધાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા અને અશ્વ ઉપર રઘુ રમકડા નામના શિક્ષકને વિદાઈ આપવામાં આવી હતી.

શિક્ષક રઘુ રમકડાની બદલી થતા ગામમાં ગમગીની જેવો માહોલ સર્જાયો હતો. આ શિક્ષક ગામના લોકો વિધાર્થીઓ સાથે પારિવારિક રીતે રહેતા હતા. રઘુ રમકડા દ્વારા શાળામાં અવનવા બાળકોને ગમતા કાર્યક્રમ વિધાર્થીઓ સાથે રમતા રમતા શિક્ષણ આપતા હતા. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અનેક વખત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.