દ્વારકા-જામનગર હાઇવે મરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો છે. દ્વારકા નજીક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ દ્વારકાથી 6 કિમી દૂર બરડિયા ફર્ન હોટેલ પાસે બસ, ઇકો, સ્વીફ્ટ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલ લોકોને ખંભાળિયા તેમજ દ્વારકા હોસ્પિટલ લઈ જવાયા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે. જામનગરની જી. જી હોસ્પિટલના સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રખાયો છે.
ફર્ન હોટેલ પાસે એક રોડ અકસ્માત થયો છે. જેમાં એક બસ, બે કાર અને એક મોટર સાઈકલ વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. જેમાં 2 વર્ષના બાળક સહિત 7 લોકોના મોત અને 15 લોકો ઘાયલ છે. ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખંભાળિયા વધુ સારવાર માટે ખસેડાયા છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ જામનગરના સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.







