રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ કાળાડીબાંગ વાદળો છવાયેલા હતા અને હાલમાં ધોધમાર વરસાદ છેલ્લા અડધો કલાકથી વરસી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી રહી છે. બીજી તરફ આજવા સરોવરના દરવાજા હાલ બંધ છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે.

ગઈકાલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરવાસીઓમાં ફરી એક વાર ચિંતાતૂર બન્યા છે. વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે ગરનાળાને બંધ કરાયું છે. ગજરાવાડીમાં JIOના મોબાઈલ ટાવરમાં આગ લાગી હતી. જેથી દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા.આજવા સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલમાં આજવા સરોવરની સપાટી પહોંચી 212.80 ફૂટે પહોંચી ગઈ છે. વરસાદના પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજનું જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. હાલમાં વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટી 19.33 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી છ ફૂટ દૂર છે.

તો ફરી પૂરનું સંકટ
આ સાથે શહરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે વડોદરાવાસીઓ પર ફરી એકવાર જો વધુ વરસાદ વરસે તો ફરી એકવાર પૂરનું સંકટ જોવા મળી શકે છે. મહત્વની બાબત એ છે કે વડોદરા શહેર સહિત જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે ફરી એકવાર ખેડૂત પુત્રો પણ ચિંતામાં મુકાયા છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો 
Youtube ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો