રાજ્યમાં સતત બનતી દુષ્કર્મની ઘટનાઓ આપણે હૈયાને હચમચાવી નાંખે છે. ત્યાં ફરી એકવાર મગજ બંધ થઈ જાય તેવા સમાચાર અરવલ્લીથી સામે આવ્યા છે. અરવલ્લીના ભિલોડામાં રામપુરી ગામમાં ઘરમાં સુતેલી મહિના પર ફાયરિંગ કરવામાં આવ્યું. મહિલામાં ડાકણ હોવાના વહેમ સાથે ફાયરિંગ કર્યું અને મહિલાનો જીવ લઈ લીધો.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા રામપુરી ગામમાં 45 વર્ષિય ઉર્મિલા દિલીપભાઈ તાબિયાર પરિવાર સાથે રહેતા હતા. મોડી રાત્રે ઘરમાં સૂતા હતા ત્યારે અજાણ્યા ઈસમોએ તેમના ઘરે આવીને ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયો. આ ઘટનામાં ઉર્મિલાબેનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ભિલોડા પોલીસ અને ASP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી પ્રમાણે પરિવારનો આરોપ છે કે, અંગત અદાવતમાં મહિલા પર ગામના શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. જો કે હાલ તો પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય તેવા સતત ગુનેગારોને કોઈ ડર ન હોય તેમ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.. ભિલોડા તાલુકાના રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી હત્યા કરનાર શકમંદ રાજેશ તાબિયારની હાલ તો પોલીસે અટકાયત કરી છે. તપાસ પછી આખી માહિતી સામે આવશે.
આ બાબતે અરવલ્લી જિલ્લા ASP સંજય કુમાર કેસવાલાએ જણાવ્યું કે, રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી 45 વર્ષીય ઉર્મિલાબેન દિલીપકુમાર તબિયાર નામની મહિલાના ઘરે એકલતાનો લાભ ઉઠાવી મહિલાના જમણા પગના સાથળના પાછળના ભાગે બંદુકથી ફાયરીંગ કરીને મહિલાના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી કરૂણ મોત નિપજાવ્યુ હતું. ભિલોડા તાલુકાના રામપુરી ગામના મૃતક મહિલાના પતિ દિલીપ પુનાજી તબિયાર દ્વારા રાજેશ ઉર્ફે રાજેન્દ્ર નાનજીભાઈ તબિયાર રહે,રામપુરી ગામના હત્યારા વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકનો પુત્ર કે જે 12 ધોરણમાં અભ્યાસ કરે છે તેને આ સમગ્ર ઘટના નજરે જોઈ હતી. એ ત્યાં હાજર હતો અને તેને આરોપીને નજરે જોયા હતા તેને આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.







