અમરેલી જીલ્લા રધુવીર સેના અમરેલી જીલ્લા રધુવંશી સમાજની એકતા,સંગઠન,એજ્યુકેશન,આરોગ્ય, તેમજ સામાજીક ઉત્થાન માટે કામ કરી રહી છે.ત્યારે સમસ્ત રધુવંશીસમાજ માટે અમરેલી જીલ્લા રધુવીર સેના દ્વારા વધુ એક સમાજ ઉપયોગી “લગ્નોત્સુક પરિચય મેળા” નો સુવીધાસભર કાર્યક્રમ  તા. 10- 11- ૨૦૨૪ ને રવિવારના સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી માતૃશ્રી અંબાબહેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડી લાઠી રોડ, અમરેલી ખાતે રાખવામા આવેલ છે.

આ કાર્યક્રમને દિપાવવા માટે અને શુભકામનાઓ પાઠવવા માટે ગુજરાતભરના રધુવંશી શ્રેષઠીઓ ઉપસ્થિત રહેશે. તેમજ આ રધુવંશી”લગ્નોત્સુક પરિચય મેળા” મા અંદાજે 200 થી વધુ રધુવંશી યુવક યુવતીઓ ભાગ લેવા આવી રહ્યા છે. હજુ વધુમા વધુ યુવક યુવતીઓ આ રધુવંશી “લગ્નોત્સુક પરિચય મેળા” ભાગ લેવા આવવા માટે જીલ્લા રધુવીર સેનાના પ્રમુખ શ્રી વિશાલભાઈ સોઢા એ અનુરોધ કરેલ છે.

આ ઉપરાંત રધુવંશી લગ્નોત્સુક પરિચય મેળા ભાગ લેનાર તમામ યુવક યુવતીઓને જીલ્લા રધુવીર સેના દ્રારા આશીર્વાદ રૂપી ભેટ આપવા મા આવશે. તેમજ ભાગ લેનાર યુવક યુવતીઓ અને તેઓની સાથે આવેલ કુટુંબીજનો માટે ચા પાણી નાસ્તા સહીત બપોર ના ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવા મા આવેલ છે.

આ રધુવંશી”લગ્નોત્સુક પરિચય મેળામા હજુ વધુ નામ નોંધાવા માટે અને વધુ માહીતી મેળવવા માટે શહેર રધુવીર સેના ના પ્રમુખ શ્રી પિયુષભાઈ સોનપાલ, 85303 99999 અને યુવા અગ્રણી શ્રી રવિભાઇ ભીમજીયાણી 84601 24365 નો સંપર્ક કરવા જણાવેલ છે. તેમજ આ રધુવંશી “લગ્નોત્સુક પરિચય મેળા કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી લોહાણા મહાજન ઉપ પ્રમુખ શ્રી ભાવેશભાઇ સોઢા, મહાપરીષદ જોન પ્રમુખ શ્રી સંજયભાઈ વણજારા, જીલ્લા રધુવીર સેના ના પ્રમુખ શ્રી વિશાલભાઈ સોઢા, માર્ગદર્શક શ્રી પ્રવીણભાઈ સોઢા,જીલ્લા રધુવીર સેનાના ઉપ પ્રમુખ શ્રી ઓ પ્રિતેશભાઇ માનસેતા, મહેશભાઇ મશરુ, પ્રકાશભાઇ કારીયા, અંકુર ભાઇ ખખ્ખરના માર્ગદર્શન નીચે બિરજુભાઇ અટારા, પિયુષભાઈ સોનપાલ, રવિભાઇ ભીમજીયાણી,સહીત ના રધુવીર સેના ના તમામ હોદ્દેદારશ્રીઓ અને સભયશ્રીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ જીલ્લા રધુવીર સેના ના ઉપ પ્રમુખ શ્રી પ્રકાશભાઇ કારીયા એ જણાવેલ છે.