અંબાજી નજીક આવેલ ત્રિશુલિયા ઘાટી પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા અંજારના યાત્રિકોની લક્ઝરી બસે મેક્સ ગાડી અને કારને અડફેટે લીધી હતી. આ ઘટનામાં કુલ 37 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 9 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.

આજે અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ ઉપર ટ્રિપલ અક્સ્માત સર્જાયો હતો, જેમાં મેક્સ ગાડી, કાર અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. લક્ઝરી બસમાં અંજારના કુલ 28 મુસાફરો સવાર હતા, જેઓ અંબાજીથી દર્શન કરીને ઘરે પરત જઈ રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલોની સંખ્યા વધારે હોવાથી 4 જેટલી 108 મારફત 37 ઇજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 9 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયા છે.

જાણો શું કહ્યું બસના ડ્રાઈવરે
બસના ડ્રાઈવર દિલીપ માળીએ જણાવ્યું હતું કે બ્રેક લાઈન તૂટી ગઈ હતી. સ્પીડ બ્રેકર કુદાવ્યા પછી ગાડી કંટ્રોલ થતી નહોતી. એર ભરાય તો બ્રેક ન લગાવી શકાય. આ બાજુ નાખું તો ગાડી ખાઈમાં જાય એમ હતી, જેથી મેં બીજી બાજુ ઘણી કન્ટ્રોલ કરી, બારીઓમાંથી રાડો પણ નાખી કે ‘ભાઈ, બ્રેક ફેલ થઈ ગઈ…બ્રેક ફેલ થઈ ગઈ’