અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમોડમાં જોવા મળી રહી છે. સરકારે હોસ્પિટલો પર તવાઈ બોલાવી છે. રાજ્ય સરકારે એક સાથે સાત હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી છે. તો સાથે જ ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. PMJY યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટની 1-1 તથા ગીર સોમનાથની એક હોસ્પિટલનો સમાવેશ થાય છે.

સસ્પેન્ડ કરવામાં આવેલી હોસ્પિટલમાં અમદાવાદની નારીત્વ ટર્નીગ પોઈન્ટ હેલ્થ કેર પ્રા. લી. , શિવ હોસ્પિટલ અને ખ્યાતિ હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગીર સોમનાથની શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવાસંસ્થાને PMJY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતની અને વડોદરાની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સાથે રાજકોટની નીહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલને પણ PMJY યોજનામાંથી સસ્પેન્ડ કરવાં આવી છે.

સાત હોસ્પિટલની સાથે-સાથે ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ડો. પ્રશાંત વઝીરાણી, ડો.હિરેન મશરૂ, ડો.કેતન કાલરિયા અને ડો.મિહિર શાહ છે.