અમરેલી જિલ્લાનું રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ખુદ નેતાઓના કામ ન થતાં હોવાની અનેક વખત વાત સામે આવી છે. આ દરમિયાન હવે મોટા લીલીયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્ય કંચનબેન અરજણભાઈ ધામત (કેમ્પટન), ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણીએ મોટા લીલીયા ડી.ડી.ઓ.ને લેખિતમાં પત્ર લખી રાજીનામુ ધરી દીધું છે. રાજીનામાં પડતાની સથે જ ભાજપમાં સોંપો પડ્યો છે.
ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથેગ્રામ્ય વિસ્તારના કામો અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં પ્રજાના કામો નહીં થતા હોવાને કારણે નારાજગી દર્શાવી અને અંતે કંચનબેન અરજણભાઈ ધામત (કેમ્પટન), ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણીએ રાજીનામા ધરી દેવામાં આવ્યા છે.
જાણો શું લખ્યું પત્રમાં
લીલીયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યો દ્વારા લેખિતમાં રાજીનામા આપવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું કે, તાલુકા પંચાયત કચેરીમાં વાંરવાર રજૂઆતો કરવા છતાં અધિકારી અને પદાધિકારી અને લોકોની રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી નથી. ગ્રામ પંચાયત કચેરીને પણ અવાર નવાર રજૂઆત કરવા છતાં અમારૂ કોઈ સાંભળતું નથી. સામાન્ય બાબતનું કામ પણ થતું નથી. લોકો અમને અવાર નવાર રજૂઆતો કરે છે પણ અમે કોઈના કામનો ઉકેલ લાવી શકતા નથી, એટલા માટે અમે રાજીનામાં દેવા સહમત છીએ. આ પ્રકારના રાજીનામના બંને સદસ્યોએ લેટર લખી તાલુકા વિકાસ અધિકારીને સંબોધી આપવામાં આવ્યાં છે.

જાણો શું કહ્યું TDO એ
લીલીયા તાલુકા પંચાયતના બે સદ્સ્યોના રાજીનામાં આપવા મામલે TDOની પ્રતિક્રિયા સામે આવી છે. તાલુકા પંચાયતના ટીડીઓને સંબોધી રાજીનામાં બંને સદસ્યોએ આપ્યા છે. જેને લઈને તાલુકા પંચાયત TDO કિશોર આચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, મારી સમક્ષ રાજીનામાં પત્ર આવ્યા છે. તે પંચાયત અધિનિયન મુજબ રાજીનામુ પ્રમુખને આપી શકે છે. રાજીનામા સ્વીકારવાની સતાઓ તાલુકા પંચાયત પ્રમુખ ને છે જેથી પ્રમુખ સમક્ષ રજૂ કરવામાં આવશે.હાલ આ બાબતે બીજી કોઈ માહિતી મારી પાસે નથી.








