સાવરકુંડલા લોહાણા મહાજન ના પ્રમુખ સહીત ત્રણ અગ્રણી ઉપર હિંસક હુમલો…
સાવરકુંડલા ખાતે લોહાણા સમાજના અગ્રણી અને મહાજન ના પ્રમુખ જગદીશભાઈ માધવાણી સહિત ત્રણ આગેવાનો ઉપર અમુક શખ્સો દ્વારા હુમલો કરતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત પાસેથી જાણવા મળતી વિગત મુજબ લોહાણા મહાજન વાડી ની સામે નગરપાલિકા દ્વારા લુહાર સમાજ અને લોહાણા સમાજ માટે પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવી છે જે જગ્યા નું રીપેરીંગ કામ ચાલતું હોય તે નજીકમાં રહેતા શખ્સો દ્વારા છેલ્લા પાંચેક દિવસથી કામ કરતા મજૂરો અને કારીગરો સાથે ગેરવર્તન કરતા હોય આજે મજૂરોએ મહાજનના પ્રમુખને આ બાબતની જાણ કરતાં મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી, મંત્રી રાજેશ નાગ્રેચા સહીત ત્રણ આગેવાનો મહાજન વાડી ખાતે આ શખ્સોને સમજાવવા જતા તેઓ ઉપર પાવડા ના હાથ, ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો આ મારામારી ચાલી રહી હતી ત્યારે નજીકમાં જ દુકાન ધરાવતા તેજસભાઈ રાઠોડ છોડાવવા જતા તેઓની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો રઘુવંશી સમાજના આગેવાનો ઉપર હૂમલો થયાની જાણ થતા શહેરમાંથી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો, હિન્દુ સમાજના વિવિધ સંગઠનો , ભા જ પ આગેવાનો દોડી ગયા હતા અને હુમલો કરનારા શખ્સો સામે સખત પગલાં લેવા માંગ કરવામાં આવી હતી જ્યારે વિવિધ સમાજના આગેવાનોએ આજે 12:00 વાગ્યા બાદસાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું બનાવ ની ગંભીરતા સમજી પોલીસ પણ હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી.







