અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડનો મુદ્દો સતત ચર્ચામાં છે. ત્યારે હવે દીલીપ સંઘાણીએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવુંએ વધારે પડતું છે.
અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહીને લઈ સહકારી નેતા દિલીપ સંઘાણીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવુંએ વધારે પડતું છે.
દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે, હું દીકરીને મળવા જેલમાં ગયો એટલે આખુ ભાજપ આવી ગયું. નકલી લેટરકાંડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ અને સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. સરકારે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે, આથી જનતાને વિશ્વાસ બેસે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ મુદ્દે કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે.







