Rajkot/ એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગીભીષણ આગ, 3 લોકોના મોત

રાજકોટમાં આજે હોળી પર્વ પર એક દુર્ઘટના સેમ આવી છે. એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 30 લોકો ફસાયેલા હતા. ઇમારતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ આગની ઘટના રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સ્થિત એટલાન્ટિસ બિલ્ડિંગમાં બની હતી. અહીં આગ ઇમારતના છઠ્ઠા માળે લાગી હતી, જેના કારણે 30 થી વધુ લોકો અંદર ફસાયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો દાઝી ગયા હોવાની આશંકા છે.

લોકોએ આગની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઇમારતના ઉપરના માળે રહેતા લોકો ફસાઈ ગયા. રાહત કામગીરી દરમિયાન, ક્રેન અને સીડીઓની મદદથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ધારાસભ્ય ઘટના સ્થળે 

ઘટનાની માહિતી મળતાં રાજકોટ એસીપી બીજે ચૌધરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર એન્જિનો કામે લાગી ગયા છે. દરમિયાન, ભાજપ નેતા દર્શિતા શાહે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને ઘાયલોને શક્ય તેટલી વહેલી તકે તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં, આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.