ધારીના એડવોકેટ પ્રકાશ એન. મકવાણાએ AIBEની પરીક્ષામાં મેળવી સફળતા…
તાજેતરમાં બાર કાઉન્સિલ ઓફઈન્ડિયાદ્વારાવકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલશ્રીઓને ઓલ ઈન્ડિયા બાર એકઝામીનેશનની પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોય.જેમાં ધારીમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતાશ્રી પ્રકાશ એન.મકવાણા દ્વારા હાલમાં લેવાયેલ ઓલ ઈન્ડિયા બાર એકઝામીનેશનની પરીક્ષામાં સફળતા મેળવી પરીક્ષા પાસ કરેલ છે. શ્રી મકવાણાએ આ પરીક્ષા પાસ કરવાબદલધારી વકીલ મંડળના સિનિયર એડવોકેટ એન્ડ નોટરી કે. એચ. ચાવડા, આનંદ કે.ચાવડા, રવિકુમાર આર.વાળા, રવિ બી.જોશી, સી.જે.વાળા વગેરે તમામ વકીલશ્રીઓ તરફથી તેમને બિરદાવવામાં આવેલ છે.







