બટુક સોલંકી, અમરેલી: માનવતાની સાચી ભાવના ત્યારે સાકાર થાય છે જ્યારે કોઈ નિઃસ્વાર્થપણે અન્યની સાથે જીવીને તેમના દુ:ખને પોતાનું માને. એમ જ, અમરેલીના ‘ઋતુ સેવા ટ્રસ્ટ’ના સેવકો વર્ષભર અનેક પ્રકારના સેવાકાર્ય કરીને માનવતા અને પરોપકારની ઉત્તમ મિસાલ પુરા પાડી રહ્યા છે.
ઉનાળામાં જ્યારે તાપમાન ચડી જાય છે, ત્યારે પક્ષીઓ માટે પાણીના કુંડા, પક્ષીઘર અને ચકલીના માળા મૂકવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને ચંપલ આપે છે જેથી તેઓ ગરમીમાં પણ રક્ષણ અનુભવી શકે.
શિયાળામાં ઠંડીથી બચવા માટે ધાબળા, શાલ, કોટ જેવી જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. ચોમાસામાં વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણીય જાગૃતિ ફેલાવવામાં આવે છે.
વિશેષ વાત એ છે કે ટ્રસ્ટના સભ્યો તમામ નોકરીયાત વર્ગના છે – છતાં તેઓ પોતાના કાર્યમાંથી સમય કાઢીને ગામડે ગામડે જઈને સેવા કાર્યમાં જોડાય છે. પોતાની ખાનગી ફોર વ્હીલરથી ટ્રસ્ટના મુખ્યસેવક શ્રી બીસુભાઈ વાળા અને તેમની ટીમ કાયમી રીતે ગામડાઓમાં ફરતી રહે છે અને જ્યાં જરૂર હોય ત્યાં મદદ કરે છે.
આ ટ્રસ્ટનું મુખ્ય ઉદ્દેશ છે – “અબોલ જીવોની અને માનવ સમાજની સેવા”.
ઉનાળાના ચાર મહિના તો ખાસ કરીને પશુઓ માટે ખૂબ મુશ્કેલીભર્યા હોય છે. તેમને તો પાણી અને છાંયાની જરૂર હોય છે – અને બોલી પણ શકતા નથી. આવા સમયમાં આવા સંસ્થાઓનો ઉદ્દેશ યાદ રાખવો જરૂરી છે – કે સેવા એ જ સાચું ધર્મ છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







