ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ભારતીય સંસ્કૃતિ અને ગ્રંથોમાં વર્ણવાયેલી પદ્ધિતઓને આધારે સગર્ભા માતાઓ શ્રેષ્ઠ બાળકને જન્મ આપે તે અર્થે તપોવન ગર્ભંસંસ્કાર કેન્દ્ર કાર્યરત છે. યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. ટી.એસ. જોશીની આગેવાનીમાં તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રનું વિસ્તરણ સમગ્ર રાજ્યમાં થાય તે હેતુથી યુનિવર્સિટી સતત પ્રયાસરત છે. જે દિશામાં આજ રોજ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર એમઓયુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યની 12 જેટલી સંસ્થાઓ સાથે તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર શરૂ કરવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા.

તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર એમઓયુ મીટિંગ કાર્યક્રમ ડિપાર્ટમેન્ટ ઓફ ટોડલર એજ્યુકેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ પ્રિનેટલ કેરના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. મા. કુલપતિશ્રી ડૉ. ટી.એસ.જોશીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજે 20થી પણ વધારે સંસ્થાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ. નીલેશ પંડ્યાના સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત 12 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓએ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર શરૂ કરવા માટે એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય સંસ્થાઓએ નિકટ ભવિષ્યમાં યુનિવર્સિટીની સાથે એમઓયુ કરવાની તત્પરતા દર્શાવી છે.

આ પ્રસંગે મા. કુલપતિશ્રી ડૉ. ટી.એસ.જોશીએ જણાવ્યું હતું કે, “ગર્ભસંસ્કાર માત્ર પરંપરા નહીં, હવે તે વૈજ્ઞાનિક આધાર સાથે નવા યુગ માટેનું વિઝન છે. તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર દ્વારા આપણે માતૃત્વને સશક્ત બનાવવાનું કાર્ય કરી રહ્યાં છીએ. આજે રાજ્યની 12 પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે એમઓયુ થયા છે, તે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની દિશામાં એક મોટું પગલું છે.”

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે  જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો