અમરેલી શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના શાકમાર્કેટ, ચાંદની ચોક, માણેકપરા સહિતના વિસ્તારોમાં શ્વાને અલગ અલગ લોકોને બચકા ભર્યા, જેમાં એક જ દિવસમાં અમરેલી શહેરમાં 30 લોકો, જ્યારે વાંકિયા ગામે 1, બરવાળા બાવીસીમાં 1 અને ધારીમાં 1 વ્યક્તિને શ્વાને કરડ્યા, આમ કુલ 33 લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે.
શ્વાનના બચકાના કારણે ઇજાગ્રસ્ત બનેલા લોકોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં હાલ પણ અલગ અલગ વિસ્તારોમાંથી લોકો સારવાર માટે પહોંચી રહ્યા છે. શ્વાન કરડવાના વધતા બનાવોને કારણે શહેર તેમજ જિલ્લાભરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે રખડતા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે, છતાં પણ તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થતી નથી. શાકમાર્કેટ અને વ્યસ્ત વિસ્તારોમાં શ્વાનના ટોળાં ફરતા હોવાના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં ભય ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લામાં શ્વાન કરડવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે આરોગ્ય તેમજ જાહેર સલામતી માટે ગંભીર ચેતવણી સમાન છે. હવે જોવાનું રહેશે કે પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા રખડતા શ્વાનો મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







