એક તરફ સ્થાનીક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ રાજૂ કરપડાના રાજીનામાંથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ પ્રતાપ દૂધાતના નિવેદનથી ખળભળાટ જોવા મળ્યો છે. ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજુ કરપડા જેવા જ હાલ ઈસુદાન ગઢવીના થશે.
પ્રતાપ દૂધાતે આમ આદમી પાર્ટીના નેતા પર પ્રહાર કરતાં કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિ જોતા ટૂંક સમયમાં ઈશુદાન ગઢવીનો પણ રાજકીય ભોગ લેવાઈ શકે છે. ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને મુક્ત કરી એટલે કે ‘ઝાડુ’ મારીને ભાજપમાં જોડાશે. ‘આપ’ના ટોચના નેતાઓ પક્ષ છોડીને જશે.
ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
બીજી તરફ ઇસુદાન ગઢવીનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓની નાવડી ડૂબી રહી છે તેમાંથી નીકળી જાય, નહિતર કોંગ્રેસનું 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







