મહાશિવરાત્રિ મેળા-૨૦૨૬ના આયોજન સંદર્ભે જૂનાગઢ પુરવઠા વિભાગ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. દુધ વિતરક એજન્સીઓ, મંડળીઓ, સંસ્થાઓ અને ગેસ એજન્સીઓ સાથે બેઠક રાખીને મેળા દરમિયાન છુટક (લુઝ)માં દુધ/છાસ વિતરણ માટે ૧૮ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા અને ગેસની બોટલો પુરતી માત્રામાં ઉપલબ્ધ રહે તે માટે સૂચના આપવામાં આવી હતી.
મહાશિવરાત્રિ મેળા-2026 દરમ્યાન કુલ દૂધ 28,834 લિટર અને છાસ 12128 લિટરનું વિતરણ તેમજ 450 ગેસ બોટલો પૂરી પાડવામાં આવી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલા કુલ 257 ઉતારાઓમાં જમવા, ચા-પાણી અને વપરાશના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી.
તા. ૦૫/૦૨/૨૦૨૬ના હુકમ અનુસાર, નાગરિકોને શુઘ્ઘ આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી ઓફીસરો, પુરવઠા ઈન્સ્પેકટરો અને તોલમાપ ઈન્સ્પેકટરોની સંયુક્ત તપાસણી ટીમ બનાવી હતી. કુલ 100 સ્ટોલ અને રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન અખાદ્ય ચીજવસ્તુઓ નષ્ટ કરવામાં આવી હતી.
મહાશિવરાત્રિ મેળા દરમ્યાન સેન્ટ્રલાઈઝ કન્ટ્રોલ રૂમ હેઠળ વિવિધ કચેરીઓના વર્ગ-૨ના અધિકારીઓ અને મહેસુલ વિભાગના વર્ગ-૩ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા રહ્યા. ગેસ લીકેજ અને અન્ય ફરીયાદો માટે ગેસ મેકાનિક્સ હાજર રાખવામાં આવ્યા હતા .પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ તમામ આયોજન શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતી માટે સફળ અને સુચારૂ રહ્યું હતું.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







