ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જ્યાંથી શિક્ષણ લીધું, તેવી અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બગસરા અને લાખાપાદરની ઐતિહાસિક શાળાઓ હવે તેમના નામે ઓળખાશે.

અમરેલી જિલ્લા પંચાયત દ્વારા પસાર કરાયેલા મહત્વપૂર્ણ ઠરાવ મુજબ, બંને શાળાઓનું નામકરણ કરવામાં આવશે અને સાથે જ ‘મેઘાણી સ્મૃતિ’ની સ્થાપના પણ થશે.

આ નિર્ણયથી જિલ્લામાં સાંસ્કૃતિક ગૌરવની લાગણી પ્રબળ બની છે. મેઘાણીના સાહિત્ય અને રાષ્ટ્રપ્રેમની પરંપરા નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયત્ન શિક્ષણ અને સંસ્કૃતિના સંગમ તરીકે જોવામાં આવી રહ્યો છે.

બંને શાળાઓમાં મુકાશે તકતી
બગાસરની શાળા નંબર 1 અને લાખાપાદરની શાળામાં  ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા, તેમના દ્વારા લખાયેલ સાહિત્યનું સાહિત્ય કોર્નર, ઇતિહાસ,  ઝવેરચંદ મેઘાણીના હસ્તાક્ષર તેમજ તેમનું રેખાચીત્ર દર્શાવતી તક્તિ લગાવવાનું આયોજન છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો