તા.૧૭ ફેબ્રુઆરી – ૨૦૨૬થી ૧૧ એપ્રિલ ૨૦૨૬ સુધી અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં ધો.૧૦ અને ધો.૧૨ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની પરીક્ષા યોજાશે. જિલ્લામાં ૦૩ કેન્દ્રો પર ધો.૧૦ની અને ધો.૧૨ની પરીક્ષા યોજાશે.

જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શીપણા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આગામી તા. ૧૧ એપ્રિલ સુધી પરીક્ષાના દિવસો દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહિ. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ-ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં
પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં. અનિવાર્ય સંજોગોમાં સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે પરંતુ મોબાઈલ જે તે સંસ્થાના આચાર્યના રૂમમાં સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરુપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. પરીક્ષા સ્થળના આસપાસના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

આ તારીખ સુધી હુકમ અમલી
પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર સીલ કરીને રાખવાના રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવાનું રહેશે. આ હુકમ ફેબ્રુઆરી માસની તારીખ ૧૭,૧૮,૧૯,૨૦, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, માર્ચ માસની ૦૨, ૦૫, ૦૬, ૦૭, ૦૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૬. ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૩, ૨૪, ૨૫, ૨૭, ૨૮, ૩૦ અને એપ્રિલ માસની તાખી, ૦૧, ૦૨, ૦૪, ૦૬, ૦૭, ૦૮, ૦૯, ૧૦ના રોજ સવારે ૦૯.૩૦ કલાકથી બપોરે ૨.૩૦ કલાક સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાન ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર છે. આ પરીક્ષાના કેન્દ્રોમાં રાજુલાના કોવાયા સ્થિતિ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ, અમરેલી સ્થિતિ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, અમરેલીના મોટા ભંડારિયા સ્થિત પીએમ સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયનો સમાવેશ થાય છે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી સંબંધિત દરેક પરીક્ષાના કેન્દ્રના કેન્દ્ર સંચાલકઓ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ, સંચાલનના કામ માટે ફરજ પર રોકાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, જાહેર માર્ગ પર પસાર થતાં વાહનોમાં બેસેલા મુસાફરો, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, નવી દિલ્હીના અધિકૃત વાહનો અને વ્યક્તિઓને આ જાહેરનામા અંતર્ગત ચાર કે તેથી વધુ વ્યક્તિઓના પ્રવેશના પ્રતિબંધિત હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો