કનકેશ્વરી મંદિર યાત્રાધામ જવા માટે ધોરાજી-જૂનાગઢથી એસ.ટી. બસ દોડશે
જૂનાગઢ,તા. ૨૧ જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસિદ્ધ યાત્રાધામ જુનાગઢ જિલ્લાના ગીરમાં આવેલ કનકેશ્વરી મંદિર ખાતે દર્શનાર્થે જતા મુસાફરોની સુવિધા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ધોરાજી-કનકાઈ રૂટ પર વાયા જૂનાગઢ, ખડીયા, બિલખા, મોણપરી, વિસાવદર અને સતાધાર થઈને ચાલશે. વિભાગીય નિયામક શ્રી વી.બી. ડાંગરે આ સેવાનો બહોળી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી છે.
કનકાઈ મંદિર જવા માટે એસ.ટી. બસનું સમયપત્રક જોઇએ તો બસ ધોરાજીથી સવારે ૮:૩૦ કલાકે,જુનાગઢથી સવારે ૯:૩૦ કલાકે, કનકાઈ પહોંચવાનો સમય: બપોરે ૧૨:૩૦ કલાકે અને આવવામાં કનકાઈ થી બપોરે ૧૩:૩૦ કલાકે ઉપડશે. જૂનાગઢ પહોંચવાનો સમય: સાંજે ૧૬:૩૦ કલાકે ધોરાજી પહોંચવાનો સમય સાંજે ૧૭:૩૦ કલાક રહેશે.







