ઉના તાલુકાના ભાચા ગામમાં આવેલી વી.બી. નાંડોળા B.Ed કોલેજ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. દિલ્હી સ્થિત National Council for Teacher Education (NCTE) દ્વારા કોલેજની માન્યતા વર્ષ 2022-23માં જ રદ કરવામાં આવી હોવા છતાં, એનસિટીઈના નામે બોગસ પત્ર તૈયાર કરી કોલેજ બે વર્ષ સુધી ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો ?
B.Ed કોલેજ શરૂ કરવા NCTEની મંજૂરી ફરજીયાત છે.
NCTEએ 2022-23માં જ માન્યતા રદ કરી દીધી હતી.
તેમ છતાં બોગસ મંજૂરી પત્રના આધારે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહી.
Narsinh Mehta University દ્વારા 100 વિદ્યાર્થીઓ ફાળવાયા હતા.
નવા VC આવ્યા અને કાર્યવાહી
જૂનાગઢની Narsinh Mehta Universityમાં નવા વાઈસ ચાન્સેલર તરીકે Pratapsinh Chauhanની નિમણૂક બાદ મામલો તેમના ધ્યાન પર આવતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. વિશ્વવિદ્યાલયે ભાચાની VB નાંડોળા B.Ed કોલેજ સાથે: વિસણવેલની ઉકાભાઈ ડોડીયા B.Ed કોલેજ માંગરોળ તાલુકાના શારદા ગામની B.Ed કોલેજ એમ ત્રણેય સંસ્થાઓની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું ?
આ સમગ્ર ગોટાળાને કારણે 100થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓના હિતમાં શું વ્યવસ્થા કરવામાં આવશે તે અંગે સત્તાવાર માર્ગદર્શિકા જલદી જાહેર થવાની શક્યતા છે.







