પ્રકાશ કારીયા, અમરેલી /  આપણી માટીની સુગંધ, આપણા કારીગરોની અજોડ કલા અને ‘સ્વદેશી’ ભાવના જ્યારે એક મંચ પર એકઠા થાય ત્યારે પ્રગતિના નવા દ્વાર ખુલે છે. ચલાલા નગરપાલિકા દ્વારા આજે તા,૨૮ ફેબ્રુઆરીથી ‘વોકલ ફોર લોકલ’ અને ‘સર્જનથી સમૃદ્ધિ સુધી’ના ઉમદા મંત્રને સાર્થક કરવા માટે એક ભવ્ય ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો માત્ર ખરીદીનું માધ્યમ નથી, પરંતુ આપણા પંથકના નાના અને મધ્યમ કક્ષાના કુશળ કારીગરોની મહેનતને સન્માન આપી તેમને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું એક પવિત્ર અભિયાન છે.

આ ભવ્ય આયોજન પાછળ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘આત્મનિર્ભર ભારત’ની દીર્ઘદ્રષ્ટિ અને લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સબળ માર્ગદર્શન મુખ્ય પ્રેરણાસ્ત્રોત રહ્યું છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચી રહ્યા છે, ત્યારે રાજ્યના યુવા અને કાર્યક્ષમ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પેટ્રોકેમીકલ્સ મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાની કલ્યાણકારી નીતિઓના લીધે જ ચલાલા જેવા નગરમાં આવો ભવ્ય અવસર શક્ય બન્યો છે.

આ મંગલકારી મહોત્સવનો શુભારંભ ૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે દાનબાપુની જગ્યાના પરમ પૂજ્ય લઘુમહંત શ્રી મહાવીર બાપુના પાવન આશીર્વચન અને મંગલ દીપ પ્રાગટ્ય સાથે થશે. આ તકે માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન કારીયા નગરપાલિકાના મહિલા પ્રમુખ શ્રીમતી ભૂમિબેન વાળાની પ્રેરક ઉપસ્થિતિ સ્થાનિક કલાકારો અને નાના ઉદ્યોગ સાહસિકોના ઉત્સાહમાં અનેરો વધારો કરશે.

‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ના સંકલ્પને ચરીતાર્થ કરતા આ મેળામાં ખાંભા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે સવારના ૧૦:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી હસ્તકલાના અદભૂત નમૂનાઓ, સ્થાનિક ગૃહ ઉદ્યોગની બનાવટો અને પરંપરાગત ચીજવસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ થશે. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભૂમિબેન વાળા, ઉપપ્રમુખ શ્રી પ્રવિણભાઈ માલવીયા, કારોબારી ચેરમેન શ્રીમતી જયશ્રીબેન સોલંકી અને ચીફ ઓફિસર શ્રી સાવનકુમાર રતાણી, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા આ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ચલાલા નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા શહેરની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવતા જણાવાયું છે કે, આવો આપણે સૌ સાથે મળીને આપણા જ વિસ્તારના ભાઈ-બહેનો અને કુશળ હાથો દ્વારા નિર્મિત વસ્તુઓ અપનાવીએ. ૬ માર્ચ સુધી ચાલનારા આ સ્વદેશી ઉત્સવમાં સહભાગી થઈ, સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવીએ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરીએ. જ્યારે આપણે એક સ્વદેશી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે માત્ર એક ઉત્પાદન નથી ખરીદતા, પણ એક ગરીબ કારીગરના ઘરમાં સમૃદ્ધિનો દીવો પ્રગટાવીએ છીએ. ચલાલાના આંગણે યોજાઈ રહેલો આ મેળો આપણી સંસ્કૃતિ અને લોકકલાનું જીવંત ગૌરવ છે. અહીં પધારીને સ્થાનિક કારીગરોની મહેનતને બિરદાવવી એ દરેક નગરજનની નૈતિક ફરજ છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો